વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
શા માટે મારી પોસ્ટ દેખાતી નથી?
- જો આપે હમણાં જ જાહેરાત પોસ્ટ કરી હોય તો અમે આપને એક લિંક સાથેનો ઈમેઈલ મોકલ્યો છે. આપની પોસ્ટ દેખાઈ શકે તે માટે આપે તે લિંક પર ક્લિક કરવાની જરૂર છે.
- જો આપની પોસ્ટ અદ્રશ્ય થઈ ગઈ હોય તો ઉપયોગ અંગેની અમારી શરતોનાં ઉલ્લંઘન બદલ તેને ડિલીટ કરવામાં આવી હોઈ શકે છે. કૃપા કરીને અમારી શરતો વાંચો અને માર્ગદર્શિકાઓ મુજબ તેને ફરીથી પોસ્ટ કરો. અમે ડિલીટ કરવા અંગે કોઈ પત્રવ્યવહાર કરતા નથી કારણ કે અમારા પ્રયત્નો અમારા મોટાભાગનાં યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા પર અમારા પ્રયત્નો કેન્દ્રિત થયેલા હોય છે.
શા માટે આપે મારું ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરવાની જરૂર છે?
આપની પોસ્ટનાં જવાબમાં આપને કોઈ વ્યક્તિ સંદેશ મોકલી શકે તેની ખાતરી કરવા માટે અને છેતરપિંડીવાળી પોસ્ટની સંખ્યા ઘટાડવા માટે અમે ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરીએ છીએ. અમે ક્યારેય આપનો ઈમેઈલ બતાવીશું નહીં અથવા તે કોઈને આપીશું નહીં અથવા આપને સ્પામ મોકલીશું નહીં.
હું જ્યારે પોસ્ટ કરું ત્યારે દરેક વખતે મારે મારું ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરવું જરૂરી છે?
ના! જો આપ યુઝર તરીકે રજીસ્ટર થાઓ અને લૉગિન થાઓ તો દરેક વખતે આપનું ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરવાની જરૂર વિના આપ પોસ્ટ કરી શકો છો.
હું “લૉગ ઈન” થઈ શકતો નથી, શા માટે?
- આપે જે પાસવર્ડ દાખલ કર્યો તે અમે રજીસ્ટ્રેશન વખતે આપે આપેલા પાસવર્ડ જેવો ન હોય તેમ બની શકે છે. અહીં ક્લિક કરીને આપનો પાસવર્ડ રિસેટ કરો
- જો આપ હમણાં જ રજીસ્ટર્ડ થયા હો તો આપે આપનું એકાઉન્ટ એક્ટિવેટ ન કર્યું હોય તેમ બની શકે છે. આપનું ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરવા માટે અમે આપને ઈમેઈલ મોકલ્યો છે. આપનું એકાઉન્ટ સક્રિય કરવા માટે આપે ઈમેઈલમાંની લિંક પર ક્લિક કરવાની જરૂર છે (જો આપને આ ઈમેઈલ ન મળ્યો હોય તો આપનું સ્પામ કે જંક ફોલ્ડર જુઓ). આવા કિસ્સામાં, ફરીથી લૉગ ઈન થવાનો પ્રયત્ન કરો: ઈમેઈલ ફરીથી મોકલવા માટે આપ લિંક સાથેનો એક એરર મેસેજ જોશો.
હું મારી વર્ગીકૃતો કઈ રીતે જોઈ શકું?
જો આપ યુઝર તરીકે રજીસ્ટર થાઓ અને લૉગિન થાઓ તો આપ ટોચ પર જમણી બાજુએ ‘મારી પોસ્ટ’ પર ક્લિક કરીને આપે અગાઉ પોસ્ટ કરેલી બધી વર્ગીકૃતો જોઈ શકો છો.
મારી વર્ગીકૃતની જાહેરાત કેટલો સમય રહેશે?
આપ ડિલીટ ન કરો ત્યાં સુધી આપની વર્ગીકૃતની જાહેરાત દેખાશે.
હું પોસ્ટ કઈ રીતે ડિલીટ કરું?
આપે પોસ્ટ પ્રકાશિત કરી તે સમયે અમે આપને જે ઈમેઈલ મોકલ્યો તેમાંની સૂચનાઓનું પાલન કરો, અથવા:
- લૉગ ઈન થાઓ
- ‘મારી પોસ્ટ’ પર ક્લિક કરો
- આપ જે પોસ્ટ ડિલીટ કરવા માંગતા હો તે પસંદ કરો
- “ડિલીટ” બટન પર ક્લિક કરો.
જો આપની પાસે ઈમેઈલ ન હોય અથવા આપ રજીસ્ટર્ડ ન હો તો આપે (આપે જેનાથી પોસ્ટ કરી હોય તે જ ઈમેઈલ એડ્રેસનો ઉપયોગ કરીને) નવા યુઝર તરીકે રજીસ્ટર્ડ થવાની જરૂર છે અને ઉપરની સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે.
હું કઈરીતે મારી પોસ્ટ યાદીની ટોચમાં દેખાય તેમ કરી શકું?
આપે જ્યારે પોસ્ટ કરી ત્યારે અમે આપને જે ઈમેઈલ મોકલ્યો તેમાંની સૂચનાઓનું પાલન કરો, અથવા:
- લૉગ ઈન થાઓ
- “મારી પોસ્ટ” પર ક્લિક કરો
- આપ જે પોસ્ટ રિફ્રેશ કરવા માંગતા હો તે સિલેક્ટ કરો
- “રિફ્રેશ” બટન પર ક્લિક કરો.
જો આપની પાસે ઈમેઈલ ન હોય અથવા આપ રજીસ્ટર્ડ ન હો તો આપે (આપે જેનાથી પોસ્ટ કરી હોય તે જ ઈમેઈલ એડ્રેસનો ઉપયોગ કરીને) નવા યુઝર તરીકે રજીસ્ટર્ડ થવાની જરૂર છે અને ઉપરની સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે.